પૂર્ણ સંખ્યા એટલે શું?
શૂન્યથી અનંત સુધી સંખ્યાઓને પૂર્ણ સંખ્યા કહે છે.
ઉદાહરણ – 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20…… અનંત સુધી
પ્રાકૃતિક સંખ્યા એટલે શું?
જે સંખ્યા એક થી અનંત સુધી હોય તેને પ્રાકૃતિક સંખ્યા કહે છે. ઉદાહરણ – 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20…… અનંત સુધી
પ્રાકૃતિક સંખ્યાઓ + 0 = પૂર્ણ સંખ્યા
ભાગાકારની સમજ
124 <= ભાગફળ
_____
ભાજક => 5 | 624 <= ભાજ્ય
| -5
__
12
-10
___
024
– 20
___
04 <= શેષ
ભાજ્ય = ભાજક × ભાગફળ + શેષ
ભાજક =( ભાજ્ય – શેષ ) ÷ ભાગફળ
ભાગફળ = (ભાજ્ય – શેષ) ÷ ભાજક
શેષ = ભાજ્ય – ( ભાગફળ × ભાજક )
બે સંખ્યાનો સરવાળો 112 છે. જો એક સંખ્યાથી બીજી સંખ્યા 12 મોટી છે. નાની સંખ્યા કઈ અને મોટી સંખ્યા કઈ?
112-12 = પહેલાં જેટલી મોટી હોય તે બાદ કરો
100
100ના બે ભાગ પાડો
50 આવે
નાની સંખ્યા 50 છે.
મોટી સંખ્યા 50+12 = 62 થાય.
બે સંખ્યાનો સરવાળો 3301 છે. જો એક સંખ્યાથી બીજી સંખ્યા ત્રણ સો એક મોટી છે. નાની સંખ્યા કઈ અને મોટી સંખ્યા કઈ?
3301-301 = પહેલાં જેટલી મોટી હોય તે બાદ કરો
3000
3000ના બે ભાગ પાડો
1500 આવે
નાની સંખ્યા 1500 છે.
મોટી સંખ્યા 1500+301 = 1801 થાય.
પુર્ણ સંખ્યા પરની ચાર મુળભુત ક્રિયાઓ આ પ્રકરણ પહેલાં સ્વાધ્યાયમાં જો ગુણાકાર ક્યારે અને ભાગાકાર ક્યારે વાપરવો એ આવડે તો બધાજ કોયડા આવડી જાય છે.
કોઈ વસ્તુની કિંમત વચ્ચે તફાવત સમજવો હોય તો તે વસ્તુ જે એકમમાં મપાતતી હોય તે એક એકમની કિંમતમાં ફેરફાર કરવાથી તેનો ભેદ જાણી શકીએ છીએ
5 કિલોગ્રામ ખાંડના 260 રૂપિયા
3 કિલોગ્રામ ઘઉં ના 159 રૂપિયા
4 કિલોગ્રામ ચોખા ના 216 રૂપિયા
આમાં દરેકના એક કિલોગ્રામ નો ભાવ નક્કી કરવા ભાગાકાર કરવાથી દરેકનો કિલોગ્રામ નો ભાવ મળે છે.
ખાંડ 260÷5= 52
ઘઉં 159÷3=53
ચોખા 216÷4=54
1 કિલોગ્રામ ખાંડના 52 રૂપિયા
1 કિલોગ્રામ ઘઉંના 53 રૂપિયા
1 કિલોગ્રામ ચોખાના 54 રૂપિયા
પૂર્ણ સંખ્યા પરની ચાર મૂળભૂત ક્રિયાઓ – 2.1
સ્વાધ્યાય 1.2 માટે અહીં ક્લિક કરો

Leave a Reply